VIDEO:બ્રાહ્મણી-૨ ડેમ ખાલી થવાને આરે જતાં જળસંકટ ગહેરાયું
મોરબી જિલ્લાના હળવદ પંથકમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. અહીનો મુખ્ય બ્રાહ્મણી-૨

મોરબી જિલ્લાના હળવદ પંથકમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. અહીનો મુખ્ય બ્રાહ્મણી-૨ ડેમ તળિયાઝાટક થવાને આરે છે અને ડેમમાં હવે માત્ર ૬૦૦ MLD પાણી જ બચ્યું છે. આ જળસંકટને પગલે મોરબી, જામનગર અને દ્વારકા સહિતના વિસ્તારોમાં પાણી કાપની ભીતિ સેવાઈ રહી છે.સમગ્ર મામલે સ્થાનીક ધારાસભ્ય પ્રકાશ વરમોરાની આક્રોશભરી રજૂઆત બાદ પાણી પુરવઠા બોર્ડ અને નર્મદા નિગમના અધિકારીઓ તાબડતોબ ડેમ પર દોડી આવ્યા હતા. વરમોરાએ આ સ્થિતિ માટે જવાબદાર બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. હાલ કટોકટી નિવારવા માટે બોટ મારફતે પાણી ખેંચવાની કામગીરી શરૂ કરાશે, તેમજ અધિકારીઓએ આગામી ૩૧ તારીખ આસપાસ નર્મદા કેનાલમાંથી પાણી છોડવાની ખાતરી આપતા હાલ પંથકમાં ચિંતા સાથે રાહતની આશા બંધાઈ છે.

