Video: સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર - 1 ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં, જળસંકટ થશે દૂર
સૌરાષ્ટ્ર માટે એક અત્યંત રાહતદાયક સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌ
સૌરાષ્ટ્ર માટે એક અત્યંત રાહતદાયક સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ગણાતો ભાદર-1 ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરાઈ ચૂક્યો છે અને તે ગમે ત્યારે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. 29 દરવાજા અને 34 ફૂટની સપાટી ધરાવતો આ વિશાળ ડેમ 100% ભરાઈ ગયો છે. ડેમના ઉપરવાસના વિસ્તારોમાં થયેલા સારા વરસાદ અને સૌની યોજના (SAUNI Yojana) હેઠળ પાણીની આવક થવાના કારણે ડેમમાં પાણીનો જથ્થો છલકાઈ ગયો છે.
ભાદર-1 ડેમ સંપૂર્ણ ભરાઈ જવાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિશાળ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઊભું થયેલું પીવાના અને સિંચાઈના પાણીનું સંકટ દૂર થઈ ગયું છે. આ ડેમ રાજકોટ, જેતપુર, વીરપુર, ખોડલધામ, અમરનગર જૂથ યોજના સહિત આશરે 22 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે. તેથી જ આ ખૂબ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાય છે.
ડેમ 100% ભરાઈ જતાં, હવે તંત્ર દ્વારા ગેટ ઓપરેશન કરીને તેને ઓવરફ્લો કરવામાં આવશે. આ સંભવિત ઓવરફ્લોને ધ્યાનમાં રાખીને, ભાદર-1 ડેમ નજીકના વિસ્તારોના લોકોને તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ નદીના પટમાં અવર-જવર ન કરે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ જળરાશિ આગામી વર્ષ માટે ખેડૂતો અને સામાન્ય જનતા માટે જીવાદોરી સમાન સાબિત થશે.





