CM ઓફિસથી આદેશ / વિશ્વામિત્રી નદીમાં અગોરા મોલની દિવાલ સહિતના દબાણો દૂર કરવા VMCએ આપ્યું 72 કલાકનું અલ્ટીમેટમ
વડોદરામાં વિશ્વામિત્રી નદીના દબાણો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્ર

વડોદરામાં વિશ્વામિત્રી નદીના દબાણો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કાર્યવાહીનાં આદેશ અપાતા વડોદરા મહાનગરપાલિકાએ અગોરા મોલ સહિતના 10 દબાણકર્તાઓને નોટિસ ફટકારી છે અને દબાણો દૂર કરવા 72 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. માર્જીનની જગ્યા ન છોડનાર દબાણો તોડી પાડવામાં આવશે. અગોરા મોલ, સ્મૃતિ મંદિર, મેરીલેન્ડ પાર્ટી પ્લોટ, ગ્લોબલ સ્કુલ, કારેલીબાગ એસ્ટેટ, કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે. વિશ્વામિત્રી નદીમાં વિવાદિત અગોરા મોલની કમ્પાઉન્ડ વોલ, ક્લબ હાઉસ સહિતના અન્ય સ્થળો દબાણ કરીને બનાવાયા છે.
વિશ્વામિત્રી નદી કિનારે કરાયેલા દબાણ
- અગોરા મોલનું ક્લબ હાઉસ
- અગોરા મોલ રિટર્નિંગ વોલ
- સ્મૃતિ મંદિર
- મેરીલેન્ડ
- ગ્લોબલ સ્કૂલ
- કારેલીબાગ એસ્ટેટની દુકાનો
- કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ
- વિષ્ણુકુંજ સોસાયટી, કારેલીબાગ
સૂત્રોના કહેવા મુજબ વર્ષ 1994ના GDCR મુજબ નદીના પટથી 6થી 9 મીટર છોડી બાંધકામ કરવાનો નિયમ હતો. જ્યારે વર્ષ 2017ના GDCRમાં આ નિયમ બદલાયો હતો. જેમાં નદીના કિનારેથી 30 મીટર છોડીને બાંધકામ કરવાનો નિયમ બન્યો હતો. જોકે ભૂતકાળમાં 6થી 9 મીટર જગ્યા છોડવાના નિયમ હોવા છતાં 200 મીટર સુધીનો પ્રતિબંધિત ઝોન ઉઠાવીને વિશ્વામિત્રી નદીના પટમાં બાંધકામ કરવામાં આવ્યું છે.






