મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Banaskantha news: અમીરગઢમાં ખાણના પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી બે સગી બહેનોના મોત

ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. નદી-નાળા છલકાયા છે. આ વચ્ચ

Banaskantha news: અમીરગઢમાં ખાણના પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી બે સગી બહેનોના મોત

ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. નદી-નાળા છલકાયા છે. આ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ચીકણ વાસમાં એક દુઃખદ ઘટના બની છે. આ વિસ્તારમાં પથ્થરોની ખાણના ખાડામાં ડૂબી જતા એક જ પરિવારની બે સગી બહેનોના મોત થયા છે. વરસાદને લઈને ખાડામાં પાણી ભરાયેલા હતા. જણાવી દઈએ કે, સમયાંતરે આવી દુર્ઘટનાઓ સામે આવી રહી છે,ત્યારે પરિવાર દ્વારા બાળકોને આ અંગે સાવચેત કરવા જરૂરી છે. જેને લઈને મોટી દુર્ઘટના ટળી શકે.

સોમવારે જામનગરના ધ્રોલમાં ખાડામાં પડી જતાં 3 બાળકો ડૂબ્યા હતા

સોમવારે (28 જુલાઈ) જામનગરના ધ્રોલ તાલુકાના વાંકીયા ગામ ખાતે ખેત મજૂરની 2 દીકરી અને 1 દીકરો રમતા-રમતા પાણીના ખાડામાં પડી જવાથી ડૂબ્યા હતા. આ દુર્ઘટનામાં ત્રણેય બાળકોના મોત નીપજ્યા હતા. મૃતક બાળકોના મૃતદેહને ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો