મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ સીએમ ઉપરાંત ગુજરાતના આ બે દિગ્ગજ ઉદ્યોગપતિના નિધન

plane crash: અમદાવાદમાં બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ સીએમ ઉપરાંત ગુજરાતના આ બે દિગ્ગજ ઉદ્યોગપતિના નિધન

plane crash: અમદાવાદમાં  બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 242 લોકોના મોત નીપજ્યાના સમાચાર છે. આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુ:ખદ નિધન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. પૂર્વ સીએમ વિજય રૂપાણી ઉપરાંત ઉદ્યોગ જગતના બે મોટા લીડર પણ આ વિમાનમાં પ્રવાસ કરી રહ્યા હતા. જેમાં  લુબી મોટર્સના ડિરેક્ટર સુભાષ અમીન ઉપરાંત કાર્ગો મોટર્સના પ્રમુખ નંદા સહિત તેમના અન્ય બે ફેમિલી મેમ્બર પણ સવાર હતા

ગુજરાતનાં જાણીતા ઉદ્યોગપતિ પ્રમુખ નંદાનો આખો પરિવારનું મોત થયું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. કાર્ગો મોટર્સ ગ્રુપ પશ્ચિમ ભારતમાં સૌથી અગ્રણી ઓટો ડીલરશીપ અને ટ્રાન્સપોર્ટ સોલ્યુશન પ્રદાતાઓમાંનું એક છે. કાર્ગો મોટર્સ ગ્રુપના સ્થાપક પ્રમુખ નંદા તેમના પરિવાર સાથે લંડન જઇ રહેલી ફ્લાઇટમાં સવાર હતા.  મુસાફરોની યાદીમાં પ્રમુખ નંદા ઉપરાંત તેમનાં પત્ની નેહા પ્રમુખ નંદા, પ્રમુખ પ્રવેશ નંદા અને પુત્ર પ્રયાસ પ્રમુખ નંદાના પણ નામ હોવાથી એ વાતની પુષ્ટિ થાય છે. કાર્ગો મોટર્સના નંદા પરિવારના 3 સભ્યો મુસાફરી કરતા હતા. જેમનું મોત થયું છે.  

આ ઉપરાંત અમદાવાદની પ્રખ્યાત સબમર્શીબલ પંપ બનાવતી કંપની લુબી મોટર્સના ડિરેક્ટર સુભાષ અમીન પણ આ ફ્લાઈટમાં સવાર હતા. સુભાષચંદ્ર રામભાઇ અમીન ગુજરાતનાં અગ્રણી ઉદ્યોગપતિઓ પૈકીનાં એક છે.  આ પ્લેન દુર્ઘટનામાં તેમનું પણ મોત નિપજ્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે, અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી. આમાં સવાર તમામ 242 મુસાફરોના મોત થયાનો એપી ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો છે.

આ સમાચાર શેર કરો