મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Navsari news: બે પોલીસકર્મીઓએ 2.75 લાખનો તોડ કર્યો હોવાનો આક્ષેપ; SPએ કરી બદલી, સસ્પેન્ડ કરવા ઉઠી માંગ

નવસારીના વિજલપોર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ તોડ કર્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે, જે બાદ ભરત

Navsari news: બે પોલીસકર્મીઓએ 2.75 લાખનો તોડ કર્યો હોવાનો આક્ષેપ; SPએ કરી બદલી, સસ્પેન્ડ કરવા ઉઠી માંગ

નવસારીના વિજલપોર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ તોડ કર્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે, જે બાદ ભરત પાટીલ અને ચેતન પટેલ નામના પોલીસકર્મીઓની બદલી થઈ છે. સાયબર ફ્રોડ કેસમાં ફસાયેલા યુવાનને પોલીસ પકડી લાવી હતી. તેના વેપારી પિતા પાસેથી પોલીસે રૂપિયા બે લાખ 75 હજાર પડાવ્યા હોવાના આક્ષેપ થયા છે. તેમજ રાજ્યના DG, રેન્જ આઇજી અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકને અરજી કરવામાં આવી છે. જે બાદ એસપીએ ભરત પાટીલને વાંસદા અને ચેતન પટેલને બિલિમોરા બદલી કરી દીધી છે. આ બંને પોલીસ કર્મચારીઓ છેલ્લા 5 વર્ષથી વિજલપોર પોલીસ મથકમાં કાર્યરત હતા. જોકે તેમની સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. 

આ સમાચાર શેર કરો