મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોરબી: હળવદમાંથી ૯૯ કિલો પોશડોડાના જથ્થા સાથે બે શખ્સો પકડાયા, ટ્રકમાં ભરીને જતા હતા

હળવદમાંથી ટ્રકમાં પોશડોડા માદક પદાર્થના જથ્થાની હેરાફેરી કરનાર બે શખ્સો ઝડપાય છે. મોરબી એસઓજી અને હળ

મોરબી: હળવદમાંથી ૯૯ કિલો પોશડોડાના જથ્થા સાથે બે શખ્સો પકડાયા, ટ્રકમાં ભરીને જતા હતા

હળવદમાંથી ટ્રકમાં પોશડોડા માદક પદાર્થના જથ્થાની હેરાફેરી કરનાર બે શખ્સો ઝડપાય છે. મોરબી એસઓજી અને હળવદ પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન હળવદ થઈને કચ્છ તરફ જતી ટ્રકમાં પોશડોડાનો જથ્થો ભરીને લઇ જતા હોવાની બાતમી મળી હતી. પરિણામે એસઓજીની ટીમે વોચ ગોઠવી હતી અને હળવદ નજીકથી ટ્રક પસાર થતા ટ્રક આરજે ૩૯ જીએ ૬૦૫૧ને રોકી તલાશી લેતા ટ્રકમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ પોશડોડા વજન ૯૯ કિલો અને ૬૮૦ ગ્રામ કીમત રૂ ૨,૯૯,૦૪૦ નો જથ્થો મળી આવ્યો હતો. 

પોલીસે કુલ 23 લાખથી વધુનો મુદામાલ કર્યો જપ્ત

પોલીસે હાલ ૯૯ કિલોથી વધુ પોશડોડાનો જથ્થો, ૨ મોબાઈલ અને ટ્રક સહીત કુલ રૂ. ૨૩ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો