રાજ્યમાં બે સ્થળો પર સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બે લોકોના મોત
પંચમહાલમાં એક કમકમાટીભર્યા અકસ્માતે સ્વરુપ લીધું હતું. જેમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટ

પંચમહાલમાં એક કમકમાટીભર્યા અકસ્માતે સ્વરુપ લીધું હતું. જેમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના બનતા બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. ગોધરામાં રાત્રિ દરમિયાન ખરોડ બાયપાસ નજીક આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી.
આ પણ વાંચો : રાજકોટ: ચેક રિટર્ન કેસમાં રાજમોતી મીલના માલિકને દોઢ વર્ષની સજા
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રાબડાલ ગામનો રોહિત રાત્રે નોકરી પરથી છૂટીને ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક કારે બાઈકને ટક્કર મારતા બાઈકને દૂર સુધી ઘસેડીને લઈ ગયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. અકસ્માતમાં યુવકની મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર ચાલક સામે વધુ તપાસ હાથ ધરી હતી.
સાબરકાંઠામાં સતત બીજા દિવસે ગંભીર અકસ્માતમાં એકનું મોત
સાબરકાંઠામાં સતત બીજા દિવસે હાઇવે પર ગંભીર અકસ્માતની ઘટના બની હતી જેમાં હિંમતનગરથી શામળાજી તરફ જતી કાર ટ્રક પાછળ ઘૂસી જતા કારચાલકનું મોત નિપજ્યું હતું. હજુ ગઈકાલે જ હાઇવે પર કારે ટક્કર મારતા બાઈક પર સવાર મહિલાનું મોત થયું હતું. એવામાં કાંકરોલ સ્ટેન્ડ પર ફરી અકસ્માતની ઘટના બની જેમાં સંજય કુમાર રમેશભાઈ ઠાકોર નામના 25 વર્ષીય યુવકનું મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર પહોચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






