મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: ચેક રિટર્ન કેસમાં રાજમોતી મીલના માલિકને દોઢ વર્ષની સજા

રાજકોટમાં તેલીબિયાં રાજા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે જેમાં બેન્કમાંથી લીધેલી કેશ ક્રેડિટ

રાજકોટ: ચેક રિટર્ન કેસમાં રાજમોતી મીલના માલિકને દોઢ વર્ષની સજા

રાજકોટમાં તેલીબિયાં રાજા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે જેમાં બેન્કમાંથી લીધેલી કેશ ક્રેડિટ લોન મામલે ચેક રિટર્ન કેસમાં મીલ માલિકોને દોઢ વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેમજ જો વળતરની ચૂકવણી સમયસર કરવામાં નહિ આવે તો વધુ 6 માસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

રાજકોટ રાજમોતી મીલના માલિક અને સોમા વિસ્તારના પૂર્વ પ્રમુખને ચેક રિટર્ન કેસમાં સજા ફટકારવામાં આવી છે. આ મીલ માલિકોએ  ધંધાના વિકાસ અર્થે બેંકમાંથી 21.25 કરોડની કેશ ક્રેડિટ લોન માટે મંજૂરી માંગી હતી. જો કે સમયસર આ લોનની ચૂકવણી કરવામાં આવી નહોતી જેથી ઓવરડ્યુ રકમની ચૂકવણી કરવા બંને ભાગીદાર ભાઈઓએ તેમની કંપની તરફથી રુપિયા 65 લાખનો ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થતાં બેંક દ્વારા ભાઈઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : ઠગ ટોળકીથી સાવધાન! પાટણમાંથી હાઇટેક ચોરી કરતી ટોળકી ઝડપાઇ; 14 સ્થળોએ છેતરપિંડીનો ખુલાસો

દાખલ કરાયેલ કેસ અદાલતમાં પહોંચતા બંને મીલ માલિક ભાઈઓ સમીર શાહ અને શ્યામ શાહને દોઢ-દોઢ વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેમજ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે, નિયત સમયમર્યાદામાં જો બેંક દ્વારા લેણાંની રકમ ચૂકવવામાં નહિ આવે તો બંને ભાઈઓની સજામાં 6-6 માસનો વધારો થઈ શકે છે.

આ સમાચાર શેર કરો