AMRELI : રાજુલા પાસે ભાવનગર-સોમનાથ હાઇવે પર અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે મોત
Rajula Amreli News : ભાવનગર-સોમનાથ હાઇવે પર ફોરવિલ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જા

Rajula Amreli News : ભાવનગર-સોમનાથ હાઇવે પર ફોરવિલ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા છે. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.
ગંભીર અકસ્માતમાં બે યુવકોના મોત
રાજુલા નજીક ચાર નાળા પર બની અકસ્માતની ગંભીર ઘટના સર્જાઈ છે. જેમાં મોટરસાયકલ સવાર પુલ પરથી નીચે 50 ફૂટ સર્વિસ રોડ પર પટકાતા બે યુવકોના ઘટનાસ્થળે મોત થયા હતા. અકસ્માતની ઘટના સર્જાતા લોકોના ટોળે-ટોળા હાઇવે પર એકત્રિત થયા હતા.
રાજુલા તેમજ નાગેશ્રીની 108 મારફત બંનેને રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. જ્યારે સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી.






