મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: ટ્રેનની અડફેટે બે વ્યક્તિના મોત, મોબાઈલ પરની વ્યસ્તતા જીવલેણ સાબિત થઈ

અમદાવાદના નારણપુરામાં એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નારણપુરા આદર્શ નગર પોલીસ ચોકી

Ahmedabad news: ટ્રેનની અડફેટે બે વ્યક્તિના મોત, મોબાઈલ પરની વ્યસ્તતા જીવલેણ સાબિત થઈ

અમદાવાદના નારણપુરામાં એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નારણપુરા આદર્શ નગર પોલીસ ચોકી પાસે આવેલા રેલવે ફાટક પર ટ્રેનની અડફેટે આવતા બે વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં મોબાઈલ ફોન પર વાત કરવાની બેદરકારી જીવલેણ સાબિત થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.  

નારણપુરાના આદર્શ નગર પોલીસ ચોકી પાસેના રેલવે ટ્રેક પરથી પસાર થતી વખતે બે વ્યક્તિઓ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. મૃતકો પૈકી એકની ઓળખ 47 વર્ષીય સત્યજિત શ્રીમાળી તરીકે થઈ છે. વાડજ પોલીસ અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો