મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં કેનાલમાં બે સગીર ડૂબ્યા, ઉપલેટામાં ચેકડેમમાં ડૂબી જતા બે સગીરાના મોત

રાજ્યમાં આજે સગીરો ડૂબી જવાની બે કરૂણ ઘટના ઘટી છે જેમાં બે લો

સુરતમાં કેનાલમાં બે સગીર ડૂબ્યા,  ઉપલેટામાં ચેકડેમમાં ડૂબી જતા બે સગીરાના મોત

રાજ્યમાં આજે સગીરો ડૂબી જવાની બે કરૂણ ઘટના ઘટી છે જેમાં બે  લોકોના મોત થયા છે, અન્ય બે ગુમ થયા છે. સુરતમાં કેનાલમાં બે સગીર ડૂબી ગયા અને રાજકોટના ઉપલેટામાં ચેકડેમમાં ડૂબી જતા બે સગીરાના મોત થયા છે. 

અંત્રોલી ગામે કેનાલમાં બે સગીરો ડૂબી ગયા

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અંત્રોલી ગામે કેનાલમાં ડૂબી જવાથી બે સગીરોના મોત થયા છે. કેનાલમાં હાથ પગ ધોઈ રહ્યા હતા તે દરમિયાન બે પૈકી એક સગીરનો પગ લપસી ગયો, જેથી તે કેનાલમાં જઈ પડ્યો હતો. તેને બચાવવા જતા બીજા સગીરનો પણ પગ લપસી ગયો. બન્ને સગીરો કેનાલના પાણીમાં તણાઈ ગયા. ફાયર વિભાગની ટીમે બન્નેની શોધખોળ હાથ ધરી છે. આ બન્ને સગીરો સુરત શહેરમાંથી માંગરોળના પીપોદરા ગામે મોગલ માતાના મંદિરે મિત્રો સાથે દર્શન કરવા આવ્યા હતા.

ઉપલેટા ના વચલા કલારિયા ગામે ચેકડેમમાં બે સગીરા ડૂબતા મોત 

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વચલા કલારિયા ગામે ચેકડેમમાં ડૂબી જવાથી બે સગીરાઓના મોત થયા છે. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ઉપલેટા તાલુકાના કલારીયા ગામે મજૂરીકામ માટે આવેલ પરપ્રાંતીય પરિવાર પર આભ ફાટ્યું છે. 

કલારીયામાં ખેત મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા પરિવારની 4 વર્ષની સિવાની ઇતરામ સોલંકી તેમજ 2 વર્ષની સુમન ઇતરામ સોલંકી નામની બન્ને બહેનો રમતા રમતા નજીકના ચેક ડેમમાં પડી જવાથી બન્નેના મોત થયા છે. બન્નેના મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. 

આ સમાચાર શેર કરો