પોલીસ જ 'અસુરક્ષિત': અમરાઈવાડીમાં પોલીસ કર્મચારી પર બે શખ્સોએ કર્યો હુમલો
અમરાઈવાડી વિસ્તારમાં પોલીસ કર્મચારી પર જ બે શખ્સોએ હુમલો કર્યા હતો. જે બાદ આ બન્ને શખ્સો વિરુદ્ધ ફરિયાદ પોલીસ સ્ટે

અમરાઈવાડી વિસ્તારમાં પોલીસ કર્મચારી પર જ બે શખ્સોએ હુમલો કર્યા હતો. જે બાદ આ બન્ને શખ્સો વિરુદ્ધ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરિણામે પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નાના ચિલોડા ખાતે રહેતા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ નીનામા અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે. ત્યારે ગઇકાલે નાઇટ ડ્યુટીમાં હતા. જેના પગલે પોતાનું બાઇક લઇને અમરાઇવાડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન બે શખ્સો તેમની પાસે આવ્યા હતા. તું પોલીસવાળો છે અને ડી-સ્ટાફમાં નોકરી કરે છે. તેમ કહીને ગાળો બોલવા માંડ્યા હતા. જે બાદ કોન્સ્ટેબલે ગાળો બોલવાની ના પાડતા તેઓ વધુ ઉશ્કેરાયા હતા અને મારામારી શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં તેની બાઈકને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ દરમિયાન સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા.
પોલીસે બંને શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી
બીજી તરફ આ બનાવ અંગે જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે બંને શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.






