મંજુસર GIDCમાં વીજ લાઈનને ડમ્પર અડી જતા બે ઈસમો બળીને ભડથું, અન્ય બે ગંભીર રીતે દાઝ્યા
વડોદરા જીલ્લાનાં સાવલી તાલુકાના મંજુસર GIDમાં દુર્ઘટના ઘટી હતી. સાવલીન

વડોદરા જીલ્લાનાં સાવલી તાલુકાના મંજુસર GIDમાં દુર્ઘટના ઘટી હતી. સાવલીના મંજુસર GIDCમાં HPCL ચોકડી પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
ઔદ્યોગિક કચરો ખાલી કરવા આવેલા ડમ્પર ઊંચું કરતા ઉપરથી પસાર થતી 11 KV વીજ લાઈનને ડમ્પર અડી જતા બે ઈસમો બળીને ભડથું થઈ ગયા હતા. જયારે અન્ય બે ગંભીર રીતે દાઝ્યા હતા.
GIDCના ફાયર ફાઇટર વિભાગે સળગતા ડમ્પર પર કાબૂ મેળવ્યો હતો. જો કે આ દુર્ઘટનામાં બે લોકોને ભાગવાનો સમય ન મળતા બન્નેએ જીવ ગુમાવ્યો હતો. સમગ્ર બનાવને પગલે ઘટનસ્થળે પોલીસ દોડી આવી હતી. મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.






