મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

PGVCLની બેદરકારી: ધ્રાંગધ્રાના હળવદ રોડ પર જતી બે બાળકીઓ પડ્યો જીવંત વાયર, એકનું મોત

ધ્રાંગધ્રા-હળવદ રોડ પર મેવાડા ઓઈલ મીલ પાસે રહેતા દેવાશિષભાઈ સોમપુરાની 10 વર્ષની દિકરી ધ્યા

PGVCLની બેદરકારી: ધ્રાંગધ્રાના હળવદ રોડ પર જતી બે બાળકીઓ પડ્યો જીવંત વાયર, એકનું મોત

ધ્રાંગધ્રા-હળવદ રોડ પર મેવાડા ઓઈલ મીલ પાસે રહેતા દેવાશિષભાઈ સોમપુરાની 10 વર્ષની દિકરી ધ્યાના સોમપુરા અને તેની બહેનપણી પ્રિયા ભાર્ગવભાઈ દવે સાંજના સમયે ધ્રાંગધ્રા-હળવદ મેઈન રોડ પરથી પસાર થઈ રહી હતી તે દરમ્યાન અચાનક જીવતો વીજવાયર બન્ને બાળકીઓ પર પડ્યો હતો.

બન્ને બાળકીઓને વીજ શોક લાગ્યો

આ કારણે બન્ને બાળકીઓને વીજ શોક લાગ્યો હતો. જેમાં ધ્યાનાનું મોત નીપજ્યું હતું અને અન્ય બાળકી ગંભીર રીતે ઈજાગ્રસત થઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસ લોકો દોડી આવ્યા હતા, અને બન્નેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યાં ફરજ પર હાજર તબીબોએ ધ્યાનાને મૃત જાહેર કરી હતી.

બાળકીનું મોત થયાની પરિવારે આરોપ લગાવ્યો

પીજીવીસીએલની બેદરકારીને કારણે બાળકીનું મોત થયાની પરિવારે આરોપ લગાવ્યો હતો અને યોગ્ય ન્યાયની માંગ કરી હતી. મૃત્યું પામેલી બાળકીનો મૃતદેહ પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો