મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot news: જીંદગીથી કંટાળેલા બે મિત્રોએ સાથે કર્યો આપઘાત, પહેલા દારૂ ઢીંચ્યો પછી પીધું એસિડ

ગુજરાતના રાજકોટમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે 17 વર્ષીય યુવરાજ રાઠોડ,

Rajkot news: જીંદગીથી કંટાળેલા બે મિત્રોએ સાથે કર્યો આપઘાત, પહેલા દારૂ ઢીંચ્યો પછી પીધું એસિડ

ગુજરાતના રાજકોટમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે 17 વર્ષીય યુવરાજ રાઠોડ, 19 વર્ષીય વિશાલ પરમાર નામના યુવકોએ આપઘાત કર્યો છે. જેમાં આત્મહત્યા કર્યા પહેલા યુવરાજ રાઠોડે વીડિયો બનાવ્યો હતો, ત્યાર બાદ બન્ને મિત્રોએ એસિડ પીને પરિવારજનોને કોલ કરીને આત્મહત્યા કરી રહ્યા છીએ તેની જાણ કરી હતી. જેમાં એક યુવાને વીડિયો બનાવ્યો હતો. પોલીસે વીડિયોની પણ તપાસ કરી રહી છે.

બે મિત્રોએ કર્યો આપઘાત

શાપર વેરાવળ ખાતે આવેલા પાન ગેટ પાસે એસિડ પીધું હતું. પરિવારને જાણ થતાં તાત્કાલિક બન્ને યુવાનોને તાત્લિક સિવિલમાં ખસેડ્યા હતા, ત્યાં બન્ને મિત્રોના મોત નિપજ્યા હતા. પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું કે યુવરાજ જિંદગીથી કંટાળી ગયો હતો

એક મિત્રએ કહ્યુ કે હું જીંદગીથી કંટાળી ગયો છું તો બીજાએ આપ્યો સાથ

તેણે તેના મિત્રને કહ્યું કે હવે જીવવું નથી તો તેના મિત્રએ પણ તેનો સાથ આપ્યો હતો. એસિડ પીધા પહેલા બન્ને મિત્રોએ દારૂ પીધો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો