મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સોનગઢના ઉકાઈ નજીકથી પસાર થતી કેનાલમાં બે ડૂબ્યાં, પાણીમા મોં ધોવા જતાં પડ્યાની આશંકા

ઉનાળાની શરૂઆત થઈ રહી છે. ત્યારે પાણીમાં ડૂબવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સોનગઢ તાલુકાના ઉકાઈ નજીકથી પસાર થતી કેનાલમાં

સોનગઢના ઉકાઈ નજીકથી પસાર થતી કેનાલમાં બે ડૂબ્યાં, પાણીમા મોં ધોવા જતાં પડ્યાની આશંકા

ઉનાળાની શરૂઆત થઈ રહી છે. ત્યારે પાણીમાં ડૂબવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સોનગઢ તાલુકાના ઉકાઈ નજીકથી પસાર થતી કેનાલમાં બે ડૂબ્યા હતાં. જેમાં એક કિશોર અને એક યુવક હોવાની વાત વહેતી થતાં લોકોના ટોળાં ઉમટી પડ્યાં હતાં. ડૂબી ગયેલાને શોધવા માટે ફાયરબ્રિગેડ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે.

શોધખોળ હાથ ધરાઈ

ઉકાઈ ડાબા કાંઠા કેનાલમાં 20 વર્ષીય યુવક અને 9 વર્ષનો કિશોર ડૂબી ગયા હોવાની વાત સામે આવી હતી. ઉકાઈ ખાતે રહેતા સોએબ કુરેશી અને અરફાત કુરેશી પાણીમાં મોઢું ધોવા જતાં પડી ગયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ અંગેની માહિતી મળતી બન્નેની શોધખોળ હાલ ચાલી રહી છે. 

આ સમાચાર શેર કરો