મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

KHEDA / નેશનલ હાઈવે પર વડાલા પાસે અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે મોત, બિલોદરામાં બે યુવાનો ડૂબ્યાં

Kheda News : ખેડા નજીકના વડાલા પાસે મુંબઈ-વડોદરા-અમદાવાદને જોડતા નેશનલ હાઈવે પર ગોઝારા અકસ્માતમાં એક વ્યક્

KHEDA / નેશનલ હાઈવે પર વડાલા પાસે અકસ્માતમાં એકનું  ઘટનાસ્થળે મોત,  બિલોદરામાં બે યુવાનો ડૂબ્યાં

Kheda News : ખેડા નજીકના વડાલા પાસે મુંબઈ-વડોદરા-અમદાવાદને જોડતા નેશનલ હાઈવે પર ગોઝારા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થયા છે. આઈસર અને ટ્રેકટર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ટ્રેક્ટર ટ્રોલી સાથે રોડ પર જ ઉથલી પડ્યું હતું. અકસ્માતની જાણ ખેડા ટાઉન પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો ગયો હતો. 

બિલોદરામાં શેઢી નદીમાં બે યુવાનો ડુબ્યા

નડિયાદ પાસેના બિલોદરા ગામની સીમમાંથી પસાર થતી શેઢી નદીના પાણીમાં આજે રવિવારે સમી સાંજે બે યુવાનો ડુબ્યા હોવાની માહિતી નડિયાદ ફાયર બ્રિગેડને મળતા ફાયરની ટીમ દ્વારા પહોંચી નદીના પાણીમાં શોધખોળ આદરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગણેશ વિસર્જન કરવા આવેલા આ યુવાનોનો અચાનક પગ લપસતા નદીના પાણીમાં તણાયા છે.

આ સમાચાર શેર કરો