Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : An old connection with the Kumbh Mela stampede

કુંભમેળાને નાસભાગ સાથે જૂનો નાતો, અગાઉ 800 લોકો એક સાથે નદીમાં ડૂબ્યાઃજાણો ક્યારે ક્યારે સર્જાઈ દુર્ઘટના

Timeછેલ્લું અપડેટ : 29 Jan 2025
લાઇવ ટીવીGoogle News
કુંભમેળાને નાસભાગ સાથે જૂનો નાતો, અગાઉ 800 લોકો એક સાથે નદીમાં ડૂબ્યાઃજાણો ક્યારે ક્યારે સર્જાઈ દુર્ઘટના

મહાકુંભમાં આજે અમાસના દિવસે ત્રીજું શાહી સ્નાન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં ગઈકાલ મોડી રાત્રે નાસભાગ થઈ હતી. જેમાં અનેક લોકો કચડાયા હોવાના અહેવાલો છે. કુંભના મેળામાં નાસભાગ, અફરાતફરીના બનવો અગાઉ અનેક વખત બની ચૂક્યા છે. જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત પણ નીપજ્યા છે. ગઈકાલે સર્જાયેલી નાસભાગને ધ્યાનમાં રાખતાં વડાપ્રધાન મોદીએ બે કલાકમાં ત્રણ વખત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી યુદ્ધ સ્તરે રાહત અને બચાવ કામગીરી કરવા નિર્દેશ આપ્યો છે. યોગી આદિત્યનાથે પણ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાં અપીલ કરી છે.

App Store

અગાઉ અનેક વખત બની ચૂક્યા છે નાસભાગના કિસ્સા

1954: આઝાદી બાદ પ્રથમ વખત 1954માં પ્રયાગરાજ ખાતે કુંભ મેળાનું આયોજન થયુ હતું. તે દરમિયા 3 ફેબ્રુઆરી, 1954માં પ્રયાગરાજમાં મૌની અમાસના પાવન અવસરે પવિત્ર સ્નાન કરવા ઉમટી પડેલા શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી હતી. જેમાં આશરે 800 લોકો નદીમાં ડૂબી તથા કચડાઈને મૃત્યુ પામ્યા હતાં.

1986: આ વર્ષે કુંભ મેળો હરિદ્વારમાં યોજાયો હતો. તે દરમિયાન 14 એપ્રિલ, 1986ના રોજ મેળામાં યુપીના પૂર્વ મુખ્યમંત્રી વીર બહાદુર સિંહ અનેક રાજ્યોના મુખ્યમંત્રી અને સાંસદો સાથે હરિદ્ધાર પહોંચ્યા હતા. જેથી શ્રદ્ધાળુઓને તટ પર જતાં અટકાવતાં ભીડ બેકાબૂ થઈ હતી. અને નાસભાગ મચી હતી. જેમાં 200 લોકોના મોત નીપજ્યા હતા.
 
2003: 1986ની નાસભાગની ઘટના બાદ લાંબા સમય સુધી કુંભ મેળાનું સફળતાપૂર્વક આયોજન થતુ રહ્યું. ક્રાઉડ મેનેજમેન્ટમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો. પરંતુ 2003માં નાસિક કુંભમાં ફરી આ પ્રકારની દુર્ઘટના બની હતી. જેમાં અચાનક નાસભાગ થતાં 39 તીર્થયાત્રીઓએ જીવ ગુમાવ્યા હતા. 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

2010: હરિદ્વારમાં યોજાયેલા કુંભ મેળામાં 14 એપ્રિલ, 2010ના રોજ શાહી સ્નાનમાં સાધુઓ અને શ્રદ્ધાળુઓ વચ્ચે અથડામણ થતાં નાસભાગ મચી હતી. જેમાં સાત લોકોના મોત થયા હતા અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. સાધુઓ અને શ્રદ્ધાળુઓ વચ્ચે બોલાચાલી થતાં નાસભાગ મચી હતી.

2013: પ્રયાગરાજ કુંભમાં મેળામાં નહીં પરંતુ અલાહાબાદ રેલવે સ્ટેશન પર નાસભાગની ઘટના બની હતી. જેમાં 42 લોકોના મોત નીપજ્યા હતા. અલાહાબાદ રેલવે સ્ટેશન પર એક ફુટબ્રિજ પર રેલિંગ પડતાં નાસભાગ મચી હતી. ભારે ભીડને નિયંત્રિત કરવા રેલવે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેના કારણે નાસભાગ મચી હતી. જેમાં 29 મહિલાઓ, 12 પુરૂષ, અને એક આઠ વર્ષની બાળકી મૃત્યુ પામી હતી. 45થી વધુ લોકો ઘાયલ પણ થયા હતાં.

2025: હાલ પ્રયાગરાજમાં 144 વર્ષ બાદ આવેલા મહાકુંભમાં ગઈકાલે અચાનક નાસભાગ મચી હતી. જેમાં 10 લોકોના મૃત્યુની આશંકા છે. આ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને અપીલ કરી છે કે, 'તમે જ્યાં છો, ત્યાં જ ઘાટ પર સ્નાન કરો. સંગમ ઘાટ પર જવાનો આગ્રહ રાખશો નહીં. તમે પ્રશાસનના નિર્દેશોનું પાલન કરો, અને વ્યવસ્થા જાળવી રાખો. હાલ, સંગમના તમામ ઘાટ પર શાંતિપૂર્વક સ્નાન થઈ રહ્યું છે. અફવાઓ પર ધ્યાન ન આપે.'