મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

MORBI : હળવદમાં ટ્રેનની અડફેટે બે બાળકોના મોત, માતા ઈજાગ્રસ્ત

Morbi News : મોરબીના હળવદમાં મૂતિ કરૂણ ઘટના ઘટી છે, જેમાં ટ્રેનની અડફેટે માતાની નજર સ

MORBI : હળવદમાં ટ્રેનની અડફેટે બે બાળકોના મોત, માતા ઈજાગ્રસ્ત

Morbi News : મોરબીના હળવદમાં મૂતિ કરૂણ ઘટના ઘટી છે, જેમાં ટ્રેનની અડફેટે માતાની નજર સામે બે બાળકોના કરૂણ મોત નિપજ્યા છે, જયારે માતા ઈજાગ્રસ્ત થઇ છે, તો એક દોઢ વર્ષના બાળકનો બચાવ થયો છે. 

આ 3 લોકો ઘટનાનો ભોગ બન્યા 

  • મંગુબેન બજાણીયા - ઈજાગ્રસ્ત માતા 
  • ગોપી બજાણીયા - 5 વર્ષ (મૃત્યુ થયું)
  • નિકુલ બજાણીયા - 3 વર્ષ (મૃત્યુ થયું)

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર હળવદમાં રણજિતગઢ અને કેદારીયા વચ્ચે મંગુબેન બજાણીયા પોતાના સંતાનો સાથે રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યાં હતા. આ દરમિયાન માલગાડી આવી જતા મંગુબેન બજાણીયા ઈજાગ્રસ્ત થયા હતા જયારે તેમની  5 વર્ષની પુત્રી ગોપી અને 3 વર્ષના પુત્ર નિકુલનું માતાની નજર સામે કરૂણ મોત થયું હતું. 

ઘટનાની જાણ થતા રેલવે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્ત મંગુબેનને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃત બાળકોના મૃતદેહને પીએમ માટે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ બનાવથી નાના એવા ગામમાં શોકનું મોજું વ્યાપી ગયું છે. 

આ સમાચાર શેર કરો