મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર: રમતા રમતા બે બાળકોએ ઝેરી દવા પીધી, એકનું મોત અને એક ગંભીર સ્થિતિમાં

માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરના મોટા આસરાણા ગામમાં બે બાળકોએ રમતા રમતા ભૂલથી ઝેરી દવા પીવાની

ભાવનગર: રમતા રમતા બે બાળકોએ ઝેરી દવા પીધી, એકનું મોત અને એક ગંભીર સ્થિતિમાં

માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરના મોટા આસરાણા ગામમાં બે બાળકોએ રમતા રમતા ભૂલથી ઝેરી દવા પીવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં  એક બાળકનું કરૂણ મોત થયુ છે, બીજા બાળકની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે.બીજા બાળકની હાલ સારવાર ચાલી રહી છે.

 એક બાળકનું કરૂણ મોત

 મહુવા તાલુકાના આસરાણા ગામે રસુલભાઇ દાઉદ વાડીમાં કામ કરતા ત્યારે તેમના ત્રણ વર્ષ અને ચાર વર્ષના બાળકો રમતા રમતા ભૂલથી ઝેરી દવા પી ગયા હતા, જે બાદ બંને બાળકોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

એક બાળકની હાલત ગંભીર

જ્યાં સારવાર દરમિયાન ભોલું નામના ત્રણ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક બાળકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો