વડોદરા:પૂર્વ કોર્પોરેટરના પુત્રનો હત્યાનો મામલો, બાબર પઠાણનાં બે ભાઈઓને SOG પોલીસે દબોચ્યા
વડોદરા નાગરવાડા હત્યાના મામલે SOGએ વધુ બે શખ્સોને દબોચ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે હત્યારા બાબર

વડોદરા નાગરવાડા હત્યાના મામલે SOGએ વધુ બે શખ્સોને દબોચ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે હત્યારા બાબર પઠાણનાં બે ભાઈઓને SOG પોલીસે ઝડપી પાડ્યા હતા.
યુવાનની હત્યા બાદ હતા ફરાર
તપન પરમારની સયાજી હૉસ્પિટલમાં હત્યા બાદ આરોપીઓ નાસ્તા ફરતા હતા. પોલીસે આરોપીઓને બાતમીનાનાં આધારે આજવા રોડથી ઝડપી લીધો હતો.જેથી હવે ધરપકડનો કુલ આંક સાત પર પહોંચ્યો છે.
આ પણ વાંચો: રાજકોટ: નાગરિક સહકારી બેંકમાં સહકાર પેનલના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય
શોકમગ્ન મહિલાઓએ બાબરને ફાંસી આપોના નારા લગાવ્યા
ભાજપના પૂર્વ અને નગરસેવકના પુત્રની આરોપી માથાભારે બાબર આણી મંડળી દ્વારા થયેલી કરપીણ હત્યાના બનાવ સંદર્ભે આજે મૃતકની નીકળેલી અંતિમયાત્રા બાબર પઠાણના ઘર પાસે આવતા જ મોટી સંખ્યામાં એકત્ર થયેલી શોકમગ્ન મહિલાઓએ બાબરને ફાંસી આપો, ઘર પર બુલડોઝર ફેરવોના નારા લગાવીને બાબરની હાય હાય બોલાવી હતી.
આ સમયે આસપાસની મુસ્લિમ મહિલાઓ પોતપોતાની અટારીએથી બહાર આવી હતી. પરંતુ બાબરના ઘર આસપાસ કાયદો વ્યવસ્થા જાળવવા બંદોબસ્ત હોવાથી પોલીસે આ મહિલાઓને ઘરમાં જવા સુચના આપી હતી.
શહેરના સંવેદનશીલ વિસ્તારો સહિત ઠેક ઠેકાણે સન્નાટો
ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની આરોપી બાબર અણી મંડળી દ્વારા થયેલી હત્યાના બનાવ સંદર્ભે શહેરના સંવેદનશીલ વિસ્તારો સહિત ઠેક ઠેકાણે સન્નાટો વ્યાપી ગયો હતો. શહેરના ફતેપુરા, પાણીગેટ, મચ્છી પીઠ, નવાબવાડા, યાકુતપુરા સહિતના તમામ વિસ્તારની ખાણીપીણીની લારીઓ સહિત દુકાનો બંધ થઈ જવા સહિત તંત્ર દ્વારા ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાતા વાતાવરણમાં સન્નાટો છવાઇ ગયો હતો








