ભાવનગરમાં એક દિવસમાં બે અકસ્માત, બે લોકોના મોત
ભાવનગર શહેરમાં આજે એક દિવસમાં અકસ્માતની બે ઘટનાઓ ઘટી છે, જેમાં બે લોકોના મોત થયા છે. આમાં એક અકસ્માત

ભાવનગર શહેરમાં આજે એક દિવસમાં અકસ્માતની બે ઘટનાઓ ઘટી છે, જેમાં બે લોકોના મોત થયા છે. આમાં એક અકસ્માત નારી ગામ પાસે થયો છે, જયારે બીજો અકસ્માત નિર્મળનગર વિસ્તારમાં થયો છે.
નારી ગામ પાસે અકસ્માતમાં એકનું મોત
ભાવનગરના નારી ગામ નજીક બે ટ્રકનો અકસ્માત થયો હતો. ભાવનગર-અમદાવાદ હાઇવે પર નારી ગામ નજીક એક ટ્રકની પાછળ બીજો ટ્રક ઘુસી જતા પાછળના ટ્રકના ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે. ઘટનાના પગલે પોલીસ સ્ટાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નિર્મળનગરમાં મહાનગરપાલિકાના વાહનની અડફેટે આધેડનું મોત
ભાવનગર શહેરમાં નિર્મળનગર વિસ્તારમાં મહાનગરપાલિકાના ટેમ્પલ બેલના ટ્રક ચાલકે બેફિકરાઈથી ટ્રક ચલાવીને આધેડને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કાંસેડી વધુ તપાસ હાથ ધરી છે.






