મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે તુષાર સુમેરાએ સંભાળ્યો ચાર્જ, 2012 ગુજરાત કેડરના IAS અધિકારી

રાજકોટ શહેરને નવા મ્યુનિસિપલ કમિશ્નર મળી ગયા છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટ મ્યુનિસિપલ

રાજકોટ: નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે તુષાર સુમેરાએ સંભાળ્યો ચાર્જ, 2012 ગુજરાત કેડરના IAS અધિકારી

 રાજકોટ શહેરને નવા મ્યુનિસિપલ કમિશ્નર મળી ગયા છે. મળતા અહેવાલ પ્રમાણે  રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના 34માં મ્યુનિસિપલ કમિશ્નર તરીકે તુષાર સુમેરાએ ચાર્જ સંભાળ્યો છે. તુષાર સુમેરા વર્ષ 2012 ગુજરાત કેડરના IAS અધિકારી છે.

તુષાર સુમેરાની રાજકોટ કોર્પોરેશનના કમિશ્નર તરીકે નિમણૂંક

તાજેતરમાં જ ડી પી દેસાઈની ઔડા ખાતે બદલી થતા તુષાર સુમેરાને રાજકોટ કોર્પોરેશનના કમિશ્નર તરીકે મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો: VIDEO: જૂનાગઢ અકસ્માતના કાળજુ કંપાવી નાખે તેવા CCTV, દુર્ઘટનામાં 7ના મોત

તુષાર સુમેરાના જન્મ અને શિક્ષણ રાજકોટમાં 

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની તુષાર સુમેરાના જન્મ અને શિક્ષણ રાજકોટમાં થયું હતું. તુષાર સૂમેરાએ જણાવ્યું કે રાજકોટની પ્રાથમિક સુવિધાઓમાં ખામીનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરીશ.પ્લાન પાસ અને બાંધકામ પરવાનગી અંગે નિયમોને હળવા કરવાની કામગીરી કરીશ

આ સમાચાર શેર કરો