VIDEO: સંજેલીમાં હાઈસ્કૂલના ગેટમાં ટ્રક ઘૂસી: વીજળીની ડીપી ઉડાવી, સદનસીબે રવિવારની રજાથી મોટી જાનહાનિ ટળી
દાહોદ જિલ્લાના સંજેલી–સૂલિયાત&nda


દાહોદ જિલ્લાના સંજેલી–સૂલિયાત–ગોધરા માર્ગ પર એક શાળાના મુખ્ય પ્રવેશદ્વાર સામે જ બેકાબૂ ટ્રક ધડાકાભેર ઘૂસી ગયો હતો. અકસ્માતમાં ટ્રકે રસ્તા કિનારે આવેલી વીજ ડીપીને લગભગ 20 ફૂટ સુધી ઉડાવી દીધી અને શાળાનું મુખ્ય ગેટ તોડી નાંખ્યું હતું. ડીપી ગેટની અંદર સુધી ફંગોળાઈ ગઈ હતી. સદનસીબે રવિવાર હોવાથી શાળા બંધ હતી, નહીં તો મોટી જાનહાનિ થઈ શકતી હતી. ઘટનાથી આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ અને શાળા તંત્ર ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.



