રાજકોટ: હાઈસ્કૂલના વિદ્યાર્થીનો આપઘાત કેસ, શાળાના આચાર્ય અને બે શિક્ષિકાઓ ફરાર
રાજકોટના લોધીકાના મોટાવડા ગામની હાઈસ્કૂલના વિદ્યાર્થીના આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ વચ્ચે આચાર્ય અને બે શિક્

રાજકોટના લોધીકાના મોટાવડા ગામની હાઈસ્કૂલના વિદ્યાર્થીના આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ વચ્ચે આચાર્ય અને બે શિક્ષિકાઓ ફરાર થયા હોવાનો ખુલાસો થયો છે. વિદ્યાર્થીઓને આપઘાત માટે મજબૂર કરનારા શાળાના આચાર્ય સચિન વ્યાસ અને શિક્ષિકા મોસમી શાહ તેમજ વિભૂતિ જોશી ફરાર છે.
રૂરલ પોલીસે ફરાર શિક્ષિકાઓને ઝડપી પાડવા માટે ટીમ બનાવવાની ફરજ પડી
રૂરલ પોલીસે ફરાર શિક્ષિકાઓને ઝડપી પાડવા માટે ટીમ બનાવવાની ફરજ પડી છે.16 વર્ષનના ધ્રુવિલ નામના વિદ્યાર્થીએ આપઘાત કરતા પહેલા સ્યૂસાઈડ નોટ લખી હતી.તેમજ બે વીડિયો બનાવ્યા હતા..જેમાં તેણે આચાર્ય અને શિક્ષિકાઓએ ધમકી આપતા આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો હતો.
ત્રણ શખ્સો સામે ગુનો પણ દાખલ કર્યો
સમગ્ર મામલે ત્રણ શખ્સો સામે ગુનો પણ દાખલ કર્યો હતો. પોલીસે આ કેસમાં આચાર્ય અને શિક્ષિકાઓના નિવેદન પણ લીધા હતા. તેઓ ફરાર થઈ જતા પોલીસે તેઓને ઝડપી પાડવા ટીમ બનાવી છે.






