મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દાહોદમાં મકાઈ પૌવા ભરેલા આઈસરનો અકસ્માત, DP સાથે અથડાતા વીજ પૂરવઠો ખોરવાયો

અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગોદી રોડથી સ્ટેશન રોડ તરફ જતાં રાત્રિના સમયે એક આઈસર ધડાકાભેર ડીપ

દાહોદમાં મકાઈ પૌવા ભરેલા આઈસરનો અકસ્માત, DP સાથે અથડાતા વીજ પૂરવઠો ખોરવાયો

અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગોદી રોડથી સ્ટેશન રોડ તરફ જતાં રાત્રિના સમયે એક આઈસર ધડાકાભેર ડીપી સાથે અથડાયું હતું. જેથી આસપાસના વિસ્તારમાં વિજ પૂરવઠો બંધ કરી દેવાની ફરજ પડી હતી. જો કે, સદનસીબે આઈસરમાં સવાર ડ્રાઈવરને સામાન્ય ઈજા સિવાય વધારે કંઈ થયું નહોતું. 

આ પણ વાંચોઃ ગુજરાતના આ 300 પરિવાર પર 10 વર્ષથી મહેરબાન છે વીજ કંપની, સામટો હિસાબ માગ્યો તો..?

અધિકારીઓ દોડી આવ્યા

ગોદી રોડ થી સ્ટેશન રોડ તરફ રાત્રિના સમયે આઈસર ગાડી આવી રહી હતી. એ દરમિયાન મકાઈ પૌવા ભરેલી આઇસર ગાડી mgvclના ડીપી સાથે અડી જતા અકસ્માત સર્જાયો હતો. Dp સાથે ગાડી અડી જતા મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ હતી. જેથી એમજીવીસીએલના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.

દુર્ઘટના ટળતાં લોકોને હાશકારો

અધિકારીઓએ વીજ પુરવઠો બંધ કરી dpને અડેલી ગાડીને ભારે જહેમતપૂર્વક દૂર કરવામાં આવી હતી. રાત્રિ દરમિયાન ગોદી રોડ ખાતે બનેલી ઘટનાને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગોદી રોડ ખાતે અંડર બ્રિજ બંધ હોવાથી તમામ વાહનોને ગોદી રોડ તરફ ડાયવર્ઝન અપાયું હતું. જો કે, મોટી દુર્ઘટના ટળતા લોકોમાં હાશકારો અનુભવ્યો હતો.

આ સમાચાર શેર કરો