મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: બાવળાની સાણંદ ચોકડી પર ટ્રકે ત્રણ રાહદારીને કચડ્યાં, વૃદ્ધ અને બે વર્ષના બાળકનું મોત

Bavla Ahmedabad News : અમદાવાદના બાવળા શહેરમાં બાવળા-બગોદરા હાઈવે પર આવેલી સાણંદ ચોકડ

અમદાવાદ: બાવળાની સાણંદ ચોકડી પર ટ્રકે ત્રણ રાહદારીને કચડ્યાં, વૃદ્ધ અને બે વર્ષના બાળકનું મોત

Bavla Ahmedabad News : અમદાવાદના બાવળા શહેરમાં બાવળા-બગોદરા હાઈવે પર આવેલી સાણંદ ચોકડી પર માતેલા સાંઢની જેમ આવી રહેલ ટ્રક ચાલકે ત્રણ રાહદારીને કચડતા બેના મોત થયા છે. 

વૃદ્ધ અને બે વર્ષના બાળકનું મોત

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ સાણંદ ચોકડી પર એટ ટ્રક ચાલકે ચાલીને જઈ રહેલા એક વૃદ્ધ, એક બે વર્ષના બાળક અને એક મહિલાને કચડ્યા હતા. આ ઘટનામાં વૃદ્ધ અને બે વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જયારે મહિલાને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. 

ઘટના સ્થળ પર પોલીસ આવી પહોંચી હતી અને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાવળાની સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાને પગેલ હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો જેને પોલીસ ધીરે ધીરે હળવો કર્યો હતો. 

આ સમાચાર શેર કરો