મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

TRP ગેમિંગ અગ્નિકાંડ: ગેમઝોનના ભાગીદાર રાહુલ રાઠોડની ધરપકડ

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગોંડલના રાહુલ રાઠોડની ધરપકડ

TRP ગેમિંગ અગ્નિકાંડ: ગેમઝોનના ભાગીદાર રાહુલ રાઠોડની ધરપકડ

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગોંડલના રાહુલ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. આજે વહેલી સવારે રાહુલ રાઠોડ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ રાહુલ રાઠોડ નામના ભાગીદારની દેખરેખ હેઠળ વેલ્ડિંગની કામગીરી થઇ રહી હતી.

રાહુલ રાઠોડની દેખરેખ હેઠળ વેલ્ડિંગની કામગીરી થઇ રહી હતી

રાહુલ રાઠોડ મૂળ ગોંડલનો રહેવાસી છે અને IC એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ છે. 2017માં GTUમાંથી IC એન્જિનિયર બન્યો. અહીં નોંધનીય છે કે, કુલ છ લોકો સામે ગુનો નોંધાયો છે, જેમાંથી ત્રણ લોકો ઝડપાયા છે

આ સમાચાર શેર કરો