TRP અગ્નિકાંડ: TPO મનસુખ સાગઠીયા અને Dy Eng મુકેશ મકવાણા સસ્પેન્ડ
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન કાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. મનપાના અધિકારીઓને સસ

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન કાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. મનપાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. TPO મનસુખ સાગઠીયા અને Dy Eng મુકેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે ગૌતમ જોશી અને રોહિત વિગોરાને અગાઉ સરકારના આદેશથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
TPO મનસુખ સાગઠીયા અને Dy Eng મુકેશ મકવાણાને સસ્પેન્ડ
રાજકોટ અગ્નકાંટની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આરોપી મનસુખ સાગઠીયાની ટ્વીન સ્ટારમાં આવેલી ઓફિસ ઓફિસ સિલ કરી છે.
મીડિયા દ્વારા ઓફિસ સાગઠીયાની હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો.ત્યારબાદ ક્રાઈમબ્રાન્ચ દ્વારા ઓફિસને સિલ કરી દેવામાં આવી છે.






