મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અગ્નિકાંડ અંગે મોટા સમાચાર / રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મનપા કમિશનર આનંદ પટેલની બદલી

Rajkot Gamezone Fire : રાજકોટ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યાં

અગ્નિકાંડ અંગે મોટા સમાચાર / રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મનપા કમિશનર આનંદ પટેલની બદલી

Rajkot Gamezone Fire : રાજકોટ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યાં છે. 7 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ રાજ્યના ગૃહ વિભાગે બે સિનિયર અધિકારીઓની બદલી કરી દીધી છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મનપા કમિશનર આનંદ પટેલની બદલી કરી દેવામાં આવી છે. આ સાથે જ તેમને હવે ક્યાં મૂકવામાં આવશે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝાની નિમણૂક કરવામાં આવી છે. 

અગાઉ આ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા

રાજકોટ અગ્નિકાંડ બાદ બે આસિસ્ટન્ટ એન્જિનિયર, બે ડેપ્યુટી એન્જિનિયર અને બે પોલીસ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. 

  1. ગૌતમ જોશી - આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, રાજકોટ મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા
  2. જયદીપ ચૌધરી - આસિસ્ટન્ટ એન્જિનિયર, રાજકોટ મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા
  3. એમ.આર. સુમા - નાયબ કાર્યપાલક ઈજનેર, રાજકોટ બાંધકામ માર્ગ અને મકાન વિભાગ
  4. વી.આર. પટેલ - પોલીસ ઈન્સ્પેક્ટર, રાજકોટ રીડર શાખા
  5. એન. આઈ. રાઠોડ - પોલીસ ઈન્સ્પેક્ટર, ગાંધીગ્રામ - ૨ (યુનિવર્સિટી)
  6. પારસ કોઠીયા - નાયબ કાર્યપાલક ઈજનેર, રાજકોટ
  7. રોહિત વિગોરા - સ્ટેશન ઓફિસર, ફાયર એન્‍ડ ઇમરજન્‍સી સર્વિસીસ, રાજકોટ મહાનગરપાલિકાની

આ સમાચાર શેર કરો