Surendranagar: ટ્રેલરે બાઈકને મારી જોરદાર ટક્કર, 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત
સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. નાવીયાણી નજીક આજે સવારે અત્યંત ગમખ્વાર મા

સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. નાવીયાણી નજીક આજે સવારે અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલરની અડફેટે આવી જતા 3 યુવકોના મોત નીપજ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, એરવાડા ગામના ત્રણ યુવકો બાઇક પર કામ અર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન નાવીયાણી નજીકના રોડ પર એક પૂરપાટ ઝડપે આવતા ટ્રેલરે તેમને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ત્રણેય યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે ત્રણેય મૃતક યુવકોના મૃતદેહને પી.એમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. નોંધનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં માર્ગ અકસ્માતમાં 6ના મોત થયા છે.



