VIDEO: મહેસાણા પાલિકામાં ભળેલા વિસ્તારની કરુણતા: હનુમાન સોસાયટીમાં એક સપ્તાહથી પાણીનો પોકાર, બોર બંધ થતાં રહીશો પરેશાન
મહેસાણા મહા

મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ થયેલી હનુમાન સોસાયટીમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણીની વિકટ સમસ્યા સર્જાતા રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સોસાયટીને પીવાનું પાણી પૂરું પાડતો મુખ્ય બોરવેલ અચાનક બંધ પડી જતાં પીવા તેમજ ઘર વપરાશના પાણી માટે સ્થાનિકોએ વલખા મારવા પડી રહ્યા છે. હાલમાં સોસાયટીના રહીશો રોજિંદી જરૂરિયાત માટે સંપૂર્ણપણે ખાનગી પાણીના ટેન્કરો પર નિર્ભર બની ગયા છે. વારંવાર મોંઘા ભાવના ખાનગી ટેન્કરો મંગાવવાના કારણે મધ્યમવર્ગીય પરિવારો પર મોટો આર્થિક બોજ આવી પડ્યો છે. પાણી વિના ત્રાહિમામ પોકારી ઉઠેલી સ્થાનિક મહિલાઓ અને રહીશોએ એકઠા થઈને આ મામલે પોતાનો રોષ ઠાલવ્યો છે અને મહાનગરપાલિકા તંત્ર સમક્ષ તાત્કાલિક બોર દુરુસ્ત કરી નિયમિત પાણી પુરવઠો પૂરો પાડવા ઉગ્ર માંગ કરી છે.




