VIDEO: મહેસાણા રેલવે સ્ટેશન પર ડ્રામા: ટિકિટ ચેકિંગ દરમિયાન TTE અને મહિલા મુસાફર વચ્ચે જાહેરમાં મારામારી
મહેસાણા રેલવે સ્ટેશન પર ટિકિટ ચેકિંગ દરમિયાન

મહેસાણા રેલવે સ્ટેશન પર ટિકિટ ચેકિંગ દરમિયાન મહિલા ટીટીઈ અને મહિલા મુસાફર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. સામાન્ય તકરાર જોતજોતામાં ઉગ્ર બની જતાં બંને મહિલાઓ વચ્ચે જાહેરમાં છૂટાહાથની મારામારીના દૃશ્યો સર્જાયા હતા. ઘટનાના કારણે સ્ટેશન પર હાજર મુસાફરોમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક લોકોએ વચ્ચે પડી બંનેને અલગ પાડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. બાદમાં બંને પક્ષોને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.




