મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ: નાના મવા સર્કલે બે યુવકો વચ્ચે જાહેરમાં મારામારી

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવતો વધુ એક મારામારીનો લાઈવ વીડિયો સ

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવતો વધુ એક મારામારીનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. રાજકોટના વ્યસ્ત ગણાતા નાના મવા સર્કલ પાસે કોઈ અજ્ઞાત કારણોસર બે યુવકો વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો અને બંને વચ્ચે લોહીલુહાણ મારામારી શરૂ થઈ ગઈ હતી. આ હિંસક ઝઘડા દરમિયાન એક યુવકે ગુસ્સામાં આવીને સામેવાળા યુવાનને ત્યાંથી પસાર થઈ રહેલી સળગતી સિટી બસ સાથે જોરભેર અથડાવ્યો હતો, જેના કારણે રસ્તા પર અફરાતફરી મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં હાજર કોઈ વાહનચાલકે કેમેરામાં કેદ કરી વાયરલ કર્યો છે, જેને પગલે સ્થાનિકોમાં કાયદાના ડર વગર જાહેરમાં ગુંડાગીરી કરતા આવા તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો