મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO :  Rajkot ધડ વગરના માથાનું રહસ્ય ખુલ્યું, પોલીસે DNA ટેસ્ટ દ્વારા 8 વર્ષ જૂની હત્યાનો ગુનો ઉકેલ્યો, આરોપી જેલમાંથી ઝડપાયો

રાજકોટમાં આઠ વર્ષ પહેલાં ધડ વગર મળેલા માથાના રહસ્યમય મામલાનો આખરે ભેદ ઉકેલાયો છે. પોલીસ તપાસમાં

રાજકોટમાં આઠ વર્ષ પહેલાં ધડ વગર મળેલા માથાના રહસ્યમય મામલાનો આખરે ભેદ ઉકેલાયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ માથું પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાના ૧૪ વર્ષીય કિશોર શુભમ હાસદાનું હતું. સપ્ટેમ્બર ૨૦૨૫માં બી ડિવિઝન પોલીસ દ્વારા શુભમના માતા-પિતાના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ ૧૦ જૂન ૨૦૨૬ના રોજ પોઝિટિવ આવ્યો છે. આ ડીએનએ રિપોર્ટના આધારે પોલીસે શુભમની હત્યા કરનાર આરોપી આજીતમૌલા અજમતમૌલાનો જેલમાંથી કબ્જો મેળવ્યો છે. આરોપી વર્ષ ૨૦૨૫માં નોંધાયેલા અન્ય એક ગુનામાં રાજકોટ જેલમાં બંધ હતો. આ ચકચારી ગુનાનો ભેદ કઈ રીતે ઉકેલાયો તે અંગે રાજકોટ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતવાર માહિતી આપવામાં આવશે.

આ સમાચાર શેર કરો