VIDEO: મહેસાણામાં ટ્રકનો કાળઝાળ તાંડવ
મહેસાણાની રામોસણા ચોકડી નજીક હેરિટેજ હોટલ સામે એક ટ્રક ચાલકે પૂરપાટ ઝડપે આવી મોટરસાયકલ અને બે કારને ટક્કર મારી અકસ્માત સર્જ

મહેસાણાની રામોસણા ચોકડી નજીક હેરિટેજ હોટલ સામે એક ટ્રક ચાલકે પૂરપાટ ઝડપે આવી મોટરસાયકલ અને બે કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ દુર્ઘટનામાં અર્ટિગા અને વોલ્વો કારને અંદાજે રૂ. ૫ લાખનું નુકસાન થયું છે, જ્યારે ઘાયલ મોટરસાયકલ ચાલકને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ મામલે બી-ડિવિઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




