VIDEO : લદ્દાખના દ્રાસમાં ગમખ્વાર અકસ્માત, નદીમાં કાર પડતા ૧નું મોત
સોર્સ : GSTV
લદ્દાખના દ્રાસ વિસ્તારમાં મરપૂચૂ પાસે એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. મંગળવારે રાત્રે ચાર લોકો સવાર હતી તેવી એક કાર અનિયંત્રિત થઈને દ્રાસ નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં ૩૫ વર્ષીય આગા સૈયદ બાકીરનું મોત નીપજ્યું છે, જેમનો મૃતદેહ ઠંડા મોર, ચોકિયાલ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. કારમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓ—સજાદ હુસૈન, હસીના બાનુ અને સોગરા બાનુ હજુ પણ લાપતા છે. આ ઘટના બાદ લદ્દાખ પોલીસ, UTDRF, ભારતીય સેના અને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જોકે, નદીના તેજ પ્રવાહ અને મુશ્કેલ ભૂપ્રદેશને કારણે બચાવ કામગીરીમાં ભારે પડકારો આવી રહ્યા છે. તંત્ર દ્વારા લાપતા લોકોને શોધવા માટે સતત પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા છે.

