Video: દૂધના ભાવવધારા સામે વિરોધ

કર્ણાટકના બેંગલુરુમાં રાજ્ય સરકાર દ્વારા દૂધના ભાવમાં કરવામાં આવેલા વધારા સામે ભાજપ મહિલા મોરચાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલા મોરચાની કાર્યકરોએ સરકારના નિર્ણયનો વિરોધ કરી ભાવવધારો પાછો ખેંચવાની માંગ કરી હતી. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. દૂધના ભાવમાં વધારાથી સામાન્ય પરિવારોના ઘરખર્ચ પર ભાર વધવાની વાત વિરોધ કરી રહેલા કાર્યકરોએ ઉઠાવી હતી. આ મુદ્દે ભાજપ મહિલા મોરચાએ રાજ્ય સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
જાહેરાત







