VIDEO:મહેસાણા મનપામાં ભાજપ નેતાની દાદાગીરી સામે કોંગ્રેસનો હોબાળો
મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ સાધારણ સભામાં ભારે હોબાળો મચી ગયો છે. ભ

મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ સાધારણ સભામાં ભારે હોબાળો મચી ગયો છે. ભાજપના નેતા અને મહામંત્રી ભગાજી ઠાકોર જ્યારે વિવિધ કમિટીઓની જાહેરાત કરવા માટે ઊભા થયા, ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો.આ વિવાદ એટલો વધ્યો કે બંને પક્ષના કોર્પોરેટરો આમને-સામને આવી ગયા હતા. વિવાદ દરમિયાન ભગાજી ઠાકોરે સભામાં હાજર સરકારી અધિકારીઓને બહાર જવાનું કહી દેતા મામલો વધુ ગરમાયો હતો અને તું તું-મેં મેં શરૂ થઈ ગઈ હતી. કોંગ્રેસે ભાજપ નેતાના આ રવૈયાને નિયમ વિરુદ્ધની કાર્ય પદ્ધતિ ગણાવીને આક્રોશ વ્યક્ત કર્યો છે.




