મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ શહેરના અઢળક પ્રશ્નો વચ્ચે ટ્રાફિક વિભાગ અને AMCનું સોગંદનામું, હાઈકોર્ટે કરી ટકોર

અમદાવાદ શહેરમાં રખડતા ઢોર, બિસ્માર રસ્તા, રોંગ સાઈડ ડ્રાઇવિંગ જેવા અઢળક કેસ મામલે હાઇકોર્

અમદાવાદ શહેરના અઢળક પ્રશ્નો વચ્ચે ટ્રાફિક વિભાગ અને AMCનું સોગંદનામું, હાઈકોર્ટે કરી ટકોર

અમદાવાદ શહેરમાં રખડતા ઢોર, બિસ્માર રસ્તા, રોંગ સાઈડ ડ્રાઇવિંગ જેવા અઢળક કેસ મામલે હાઇકોર્ટમાં સુનાવણી હતી. જેમાં અમદાવાદ ટ્રાફિક વિભાગે હાઇકોર્ટમાં સોગંદનામુ કર્યું હતું.  27.2.2025થી 18.3.2025 સુધી કરેલી કામગીરી અંગેનો રિપોર્ટ કોર્ટમાં મુકવામાં આવ્યો હતો. અમદાવાદીઓએ કરોડો રૂપિયા ભર્યા પણ સુધર્યા તો નહીં જ. ટ્રાફિક નિયમોના ભંગ બદલ 2,01,155 કેસ કરી કુલ (13,21,60,650) 13 કરોડ 21 લાખ 60 હજાર 650 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

આ દંડની રકમ માત્ર ડિજિટલ માધ્યમથી જ વસૂલ કરવામાં આવી હોવાની પોલીસે કોર્ટમાં આપી માહિતી.

- રોંગ સાઈડ ડ્રાઇવિંગ કેસ, 1,65,80,500નો દંડ

- હેલ્મેટ વિના 1,09,651 કેસ, 5,48,25,500નો દંડ

- ઓવર સ્પિડિંગ 6922 કેસ, 1,59,90,500 દંડ

- સીટ બેલ્ટ વિના વાહન ચલાવતા 3677 કેસ, 18,38,500 નો દંડ

- મોપેડ પર ત્રણ સવારી 2059 કેસ, 2,05,900 કેસ

- વાહન ચલાવતી વખતે મોબાઇલ પર વાત કરવા બદલ 879 કેસ, 4,48,500 દંડ

- રીક્ષામાં કેપેસિટી કરતાં વધુ સવારીના 674 કેસ, 397500 દંડ

- ગાડીમાં ડાર્ક ફિલ્મ લગાવવાના 794 કેસ, 4,63,000 દંડ

- પાર્કિંગ નિયમોના ભંગ બદલ 24031 કેસ, 1,41,78,000 દંડ

- અન્ય ગુનાઓ 41,062 કેસ, 2,72,32,750 દંડ

AMC તરફથી હાઇકોર્ટમાં સોગંદનામુ

 27.02.2025 અને 19.03.2025 ની વચ્ચે, રસ્તા અને સંલગ્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા સુધારવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેમાં 14854.74 55 મેટ્રિક ટન મટીરિયલનો ઉપયોગ થયો હતો. સમગ્ર શહેરમાં થર્મો-પ્લાસ્ટિક પેઇન્ટનો ઉપયોગ કેન્દ્ર રેખા, કર્બલાઇન, ઝેબ્રા-ક્રોસિંગ, એજ-લાઇન, સ્ટોપ-લાઇન વગેરેને સ્પષ્ટ રીતે સીમાંકન કરવા માટે કરવામાં આવ્યો હતો. 249 નવા ટ્રાફિક સંકેતો પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.

રાત્રિના સમયે ટ્રાફિકની સરળ હિલચાલને સરળ બનાવવા માટે, 1728 કેટ-આઇ રિફ્લેક્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે. છેલ્લા 3 અઠવાડિયામાં AMC ની 20 કેસલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ (CNCD) ટીમોએ 241 રખડતા ઢોરોને પકડ્યા છે. તમામ 241 નવા પકડાયેલા ઢોરને RFID-ટેગ સાથે ટેગ કરવામાં આવ્યા છે. 

AMC દ્વારા રસ્તા પરનાં ગેરકાયદેસર દબાણ હટાવાય 

27.02.2025 અને 19.03.2025ની વચ્ચે, 1169 લારીઓ, 352 શેડ, 1945 તાડપત્રી-સ્ટોલ અને 7181 પરચુરણ વસ્તુઓ જેમ કે ગેરકાયદેસર જાહેરાત બોર્ડ અને અન્ય અવરોધો દૂર કરવામાં આવ્યા. ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા 2540 વાહનોને AMC દ્વારા હાથ ધરવામાં આવેલા અતિક્રમણના પ્રોજેક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી. બિસ્માર રસ્તાઓના સમારકામ અને રિસરફેસ કરવા માટે 55426.93 મેટ્રિક ટનથી વધુ સામગ્રીનો ઉપયોગ કરાયો.

આ મામલે હાઇકોર્ટે તંત્રને ટકોર કરી હતી. કોર્પોરેશન અને પોલીસે સારી કામગીરી કરી. છ મહિના સુધી સળંગ આ પ્રકારે જ કાર્યવાહી કરો તેવી કોર્ટે ટકોર કરી. ગેરકાયદેસર બાંધકામ અને દબાણ ઊભો થાય તે પહેલા જ તેને અટકાવવાના પ્રયાસો જરૂરી હોવાનું કોર્ટે અવલોકન રજુ કર્યું. તેમજ આ મુદ્દે આગામી મહિને ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ સમાચાર શેર કરો