ગુજરાત હાઇકોર્ટને મળશે 8 નવા ન્યાયાધીશ, સુપ્રીમકોર્ટ કોલેજિયમે કરી ભલામણ
ગુજરાત હાઇકોર્ટને 8 નવા ન્યાયાધીશ મળવા જઇ રહ્યાં છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વ

ગુજરાત હાઇકોર્ટને 8 નવા ન્યાયાધીશ મળવા જઇ રહ્યાં છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા 8 જ્યુડિશિયલ અધિકારીઓને ન્યાયાધીશની નિમણૂંક માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે. હાલમાં 52 ન્યાયાધીશના મંજૂર મહેકમ સામે 32 ન્યાયાધીશ કાર્યરત છે.રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ હાઇકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 40 થશે.
ગુજરાત હાઈકોર્ટને 8 નવા ન્યાયાધીશ મળશે
1. લિયાકતહુસેન સમસુદ્દીન પીરઝાદા
2. રામચંદ્ર ઠાકુરદાસ વછાણી
3. જયેશ લખનસિંહભાઇ ઓડેદરા
4. પ્રણવ મહેશભાઇ રાવલ
5.મુલચંદ ત્યાગી
6. દીપક મનસુખલાલ વ્યાસ
7. ઉત્કર્ષ ઠાકોરભાઇ દેસાઇ
8. રોહનકુમાર કુંદનલાલ ચુડાવાલા






