મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વોના આતંકનો મુદ્દો હાઇકોર્ટ પહોંચ્યો

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વોના આતંકનો મુદ્દ

અમદાવાદ: વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વોના આતંકનો મુદ્દો હાઇકોર્ટ પહોંચ્યો

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વોના આતંકનો મુદ્દો હાઇકોર્ટ પહોંચ્યો છે. વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વોના આતંક બાદ કેટલાક આરોપીઓના ગેરકાયદેસર મકાનને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.

વસ્ત્રાલમાં લુખ્ખા તત્ત્વોના આતંકના મુદ્દાને લઇને રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. સરકારી વકીલ જીએચ વિર્કે રજૂઆત કરી હતી કે ગૃહમંત્રાલયની સ્પષ્ટ સૂચના છે કે શહેરો સુરક્ષિત હોવા જોઇએ. રાજ્ય સરકાર શહેરમાં અસામાજિક તત્ત્વોના આતંકને ચલાવી નહીં લે. રાજ્યના પોલીસ વડાએ રાજ્યભરમાં અસામાજિક તત્ત્વો, તોફાની તત્ત્વો, દારૂ-જુગાર સહિતની બદીઓ સાથે સંકળાયેલા વ્યક્તિઓ અને શરીર સંબંધિત ગુનાઓ સાથે જોડાયેલા વ્યક્તિઓના ગુનાહિત ઇતિહાસનો અહેવાલ માંગ્યો છે.

10-10 જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવનાર વ્યક્તિ સામે લોખંડી હાથે પગલા

રાજ્યભરમાં આવા અસામાજિક તત્ત્વો સામે 100 કલાકમાં કડક પગલાં લેવાશે. વસ્ત્રાલમાં આતંક મચાવનારા તત્ત્વોના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરશે. 10-10 જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવનાર વ્યક્તિ સામે લોખંડી હાથે પગલા લેવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકાર શહેરોને સુરક્ષિત જોવા માંગે છે, નાગરિકોને આતંકીત સ્થિતિમાં જોવા માંગતી નથી. શહેરોની સુરક્ષા માટે પોલીસ અને કોર્પોરેશનના સંકલનમાં કડક કાર્યવાહી થશે. પોતાના પૌત્રના ગુનાના કારણે પોતાના ઘર પર બુલડોઝર ફરશે તેવા ડરથી હાઇકોર્ટમાં થયેલી પીટીશનમાં રાજ્ય સરકારે વલણ સ્પષ્ટ કર્યું છે. અરજદાર તરફથી થયેલ પિટિશન ટકવા પાત્ર નહીં લાગે તો કોર્ટ ભારે દંડ સાથે અરજી ફગાવશે તેવું કોર્ટે પ્રાથમિક તબક્કે વલણ સ્પષ્ટ કર્યું છે.

આ સમાચાર શેર કરો