અમદાવાદ મનપાના અધિકારી સામે ટ્રેડ યુનિયન દ્વારા બાયો ચડાઈ, જાણો શું છે સમગ્ર વિવાદ
અમદાવાદ મનપાના અધિકારી સામે હવે ટ્રેડ યુનિયન દ્વારા બાયો ચડવવામાં આવી છે. તેમના

અમદાવાદ મનપાના અધિકારી સામે હવે ટ્રેડ યુનિયન દ્વારા બાયો ચડવવામાં આવી છે. તેમના દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ને આવેદન પત્ર પાઠવી અધિકારીને બદલવા માંગ કરી છે. આરોપ છે કે દક્ષિણ ઝોનમાં ફરજ પર રહેલા રાજન પરમાર દ્વારા કોન્ટ્રાકટરને વગર કારણે મસ મોટા દંડ ફટકારવામાં આવે છે.
દસ ગણા કે વીસ ગણા દંડ ફટકારવામાં આવે છે
એજન્સીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તેમાં ઘણી વખત નિયત કરતા ઓછા કર્મચારી હોય તો 1,2 નહીં પરંતુ દસ ગણા કે વીસ ગણા દંડ ફટકારવામાં આવે છે.
તેમને આશા છે કે તેમની રજૂઆત ને ધ્યાને લેવાશે
આ સિવાય એક જ વ્યક્તિ દ્વારા અલગ અલગ કંપની ખોલવામાં આવે છે અને તેમને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જેની મૌખિક રજૂઆત અમદાવાદ વાલ્મીકિ સફાઈ કોન્ટ્રાક્ટ એસોમાં આવતા તેમના દ્વારા રૂબરૂ રજૂઆત અને બાદમાં આવેદન આપવા સહિતની કામગીરી કરાઇ પરંતુ કોઈ નિકાલ આવ્યો નથી.
આ પણ વાંચો: ભૂજની પ્રાથમિક શાળાની વિધાર્થીનીઓ પર અત્યાચાર, સંચાલકોએ સાફ કરાવ્યો જાહેર માર્ગ અને સ્કૂલની દીવાલો
તેમને આશા છે કે તેમની રજૂઆત ને ધ્યાને લેવાશે. જો આગામી સમયમાં પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમ આપવામાં આવશે.






