Torrent Group: અમદાવાદના 2 જાહેર ઉદ્યાનોને CEPT યુનિવર્સિટીદ્વારા 'શ્રેષ્ઠ ઉદ્યાનો 2025' તરીકેનો એવોર્ડ મળ્યો
Torrent Group: Under the initiative of UNM Foundation, 2 public parks of Ahmedabad have been selected as Best Parks 2025 by CEPT University. Kasparno Award |

Torrent Group: અમદાવાદ શહેરમાં આવેલા સ્વાતિ બંગલો પાર્ક અને સુકાન પાર્કને અનુક્રમે 1.5 થી 2 એકર અને 2થી 2.6 એકર શ્રેણીમાં શ્રેષ્ઠ ઉદ્યાન એવોર્ડ 2025 માટે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ બંને પાર્કનું નવીનીકરણUNM ફાઉન્ડેશનની 'પ્રતિતિ' પહેલ હેઠળ કરવામાં આવ્યું હતું. 'પ્રતિતિ' પહેલે ફાઉન્ડેશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચેની એક જાહેર-ખાનગી ભાગીદારી (PPP) છે.
CEPT યુનિવર્સિટીના માસ્ટર્સઇન લેન્ડસ્કેપઆર્કિટેક્ચર (MLA) પ્રોગ્રામઅનેખંડવાલાક્રિએટિવફાઉન્ડેશન (KCF) વચ્ચે કરવામાં આવેલા MoUના માળખા હેઠળ આયોજિત બેસ્ટ પાર્ક્સ એવોર્ડનીઆ ત્રીજી આવૃત્તિ છે. બેસ્ટ પાર્ક્સ એવોર્ડ પહેલ શહેરના ઉદ્યાનોનું દસ્તાવેજીકરણ અને મૂલ્યાંકન કરેછે અને શહેરની હરિયાળી જગ્યાઓને સમૃદ્ધ રાખવામાટે સમર્પિત વ્યક્તિઓનું સન્માન કરે છે.
અવિરત સમર્પણ અને કાળજીથી કરવામાં આવતી ઉદ્યાનોની જાળવણીના પ્રયાસોનું સન્માન કરવા માટે બુધવારે CEPT કેમ્પસ ખાતે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બંને ઉદ્યાનની બાગાયત ટીમ અને સુરક્ષા ટીમોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ માટે CEPTની ટીમ દ્વારા તૈયાર કરાયેલ ઓલ-સીઝન ગાર્ડનર્સ કીટ, જેમાં બેકપેક, વોટરપ્રૂફપોંચો, શિયાળાનો જેકેટ, ઉનાળાની ટોપી અને પાણીની બોટલ જેવા આવશ્યક ઉપકરણોનો સમાવેશ થાય છે, તે પ્રત્યેક માળી અને સુરક્ષા ગાર્ડને આપવામાં આવ્યા હતા.
આ એવોર્ડ સમારોહમાં જાણીતા પર્યાવરણવિદ અને સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (CEE)ના સ્થાપક ડિરેક્ટર કાર્તિકેય સારાભાઈ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે CEPT યુનિવર્સિટીના પ્રમુખ પ્રોફેસર બર્જોર મહેતા; પ્રોફેસર ત્રિદીપ સુહૃદ, પ્રોવોસ્ટ; પ્રો. ચિરાયુ ભટ્ટ, ડેપ્યુટી પ્રોવોસ્ટ (એકેડેમિક્સ); પ્રો. ચંદ્રાણી ચક્રવર્તી, પ્રોગ્રામ ચેર - માસ્ટર્સ ઇન લેન્ડસ્કેપ આર્કિટેક્ચર (MLA); ફેકલ્ટીસભ્યો, વિદ્યાર્થીઓ અને સ્ટાફ પણ હાજર રહ્યા હતા.
મૂલ્યાંકન પ્રક્રિયાના ભાગરૂપે,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જમીન પર આવેલા કુલ 127 ઉદ્યાનોનું મૂલ્યાંકન ગૂગલઅર્થ ઇમેજરી ડેટાનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું જેમાં 1.5થી2 એકર અને 2થી2.6 એકરની શ્રેણી નક્કી કરવામાં આવી હતી. આમાંથી, 36 ઉદ્યાનોને અવકાશી માળખું અને ડિઝાઇન, જૈવ વિવિધતા અને પર્યાવરણીય ગુણવત્તા, વપરાશકર્તાના અનુભવ અને તેમના જોડાણ,અને અન્ય માળખાગત સુવિધાઓ તેમજ સંદર્ભિત સમજ જેવા મુખ્ય પરિમાણો પર મૂલ્યાંકન કરી શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.
આવા વ્યાપક મૂલ્યાંકન પછી, UNM ફાઉન્ડેશનના સ્વાતિ બંગલો પાર્ક અને સુકાન પાર્કને તેમની સંબંધિત શ્રેણીઓમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. UNM ફાઉન્ડેશન, તેના 'પ્રતિતિ' કાર્યક્રમ - જેએક જાહેર-ખાનગી ભાગીદારી છે - હેઠળ, ટકાઉ અને કિફાયતી મોડેલ દ્વારા ગ્રીન સ્પેસનો વિકાસ અને જાળવણી કરે છે.
આકાર્યક્રમહેઠળ, UNM ફાઉન્ડેશનેઆશરે 8.44 લાખ ચોરસ મીટર હરિયાળી જગ્યાઓ વિકસાવી છે તેમજ પુનઃવિકસિત કરી છે. સાથે સાથે તેની જાળવણીની જવાબદારી પણ નિભાવી રહ્યું છે - જેમાં અમદાવાદ, સુરતઅને દમણ (U.T.)માં કુલ મળીને 17 બગીચા, 2 તળાવો, એક શહેરી હરિયાળા વિસ્તાર તેમજ શેત્રુંજય પર્વત (પાલિતાણા)ના વનીકરણનો સમાવેશ થાય છે. પ્રતિતિ પહેલના વ્યાપને વધુ વિસ્તૃત કરવાની યોજનાઓ ચાલી રહી છે, જેમાં તેને મહારાષ્ટ્ર સુધી વિસ્તારવાનું આયોજન છે. સમાજ માટે નવજીવન પ્રદાન કરતી આ જગ્યાઓ વાર્ષિક લગભગ 60 લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષે છે, જે મજબૂત સામુદાયિક જોડાણ અને શહેરી હરિયાળી જગ્યાઓની વધતી જરૂરિયાતને પ્રતિબિંબિત કરે છે.
ફાઉન્ડેશને અમદાવાદ અને ગાંધીનગરજિલ્લામાં 20 લાખ ચોરસ મીટરના વિસ્તારને આવરી લેતા 69 તળાવોની જાળવણી માટે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) દ્વારા શહેર સૌંદર્ય સ્પર્ધામાં, પ્રતિતિ હેઠળ પુનઃસ્થાપિત અને જાળવણી કરાયેલ અમદાવાદના લોકમાન્યતિલક (વિક્ટોરિયા) ગાર્ડનને ભારતમાં 'ગ્રીનસ્પેસ' શ્રેણીમાં પ્રથમ ક્રમ આપવામાં આવ્યો હતો.
શહેરી જીવનશૈલી પ્રત્યેની UNM ફાઉન્ડેશનની આ પ્રતિબદ્ધતાને બિરદાવવા બદલ ખંડવાલા ક્રિએટિવ ફાઉન્ડેશન, CEPT યુનિવર્સિટી અને જ્યુરીનો આભાર વ્યક્ત કરેછે.
યુ.એન. એમ. ફાઉન્ડેશનઅંગે માહિતી
યુ.એન.એમ. ફાઉન્ડેશનનું નામ ટોરેન્ટ ગ્રુપના સ્થાપક યુ.એન. મહેતાના નામ પરથી રાખવામાં આવેલ છે. મહેતા પરિવારની આ એક સેવાભાવી સંસ્થા છે. જે કલા, સંસ્કૃતિ, સામુદાયિક સ્વાસ્થ્યસેવા, શિક્ષણ, રોજગાર ક્ષમતામાં વૃદ્ધિ, પર્યાવરણ સંરક્ષણ અને શહેરી નવીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. યુ.એન.એમ. ફાઉન્ડેશનને તમામ ભંડોળ મહેતા પરિવાર અને ટોરેન્ટ ગ્રુપ ઓફ કંપનીઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે.
સામુદાયિક સ્વાસ્થ્ય સેવા અંતર્ગત 'રીચ' પહેલ દ્વારા 2,000થી વધુ ગામોમાં 1.8 લાખથી વધુ બાળકોની આરોગ્ય સંભાળ અને પોષણની જરૂરિયાતો પૂરી કરે છે. 'શિક્ષાસેતુ' પહેલ શિક્ષણ અને જ્ઞાન સંવર્ઘન ઉપર ધ્યાન કેન્દ્રીત કરી શાળાના બાળકોની શીખવાની જરૂરિયાતો અને માળખાકીય જરૂરિયાતને પુરી કરવામાં આવે છે, જેનો લાભ 112થી વધુ ગામોમાં 117 શાળાઓના 39,000થી વધુ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. આ ફાઉન્ડેશન "અભિવ્યક્તિ - સિટી આર્ટસ પ્રોજેક્ટ" અંતર્ગતકળા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભુજમાં આવૃત્તિઓ સાથેનો શહેરી કલા પ્રોજેક્ટમાં વિઝ્યુઅલ આર્ટસ, નાટક, નૃત્યુ, સંગીત સાથે સંકળાયેલ ઉભરતા કલાકારોને એક મંચ પુરો પાડવામાં આવે છે,તેમજ કલાના વિવિધ સ્વરૂપોને લોકો માટે નિઃશુલ્ક સુલભ બનાવવામાં આવે છે.
પ્રતિતિ પહેલ વિશે:
સસ્ટેનેબલ ઇકોલોજીના ઉદ્દેશ્ય સાથે, UNM ફાઉન્ડેશનની પ્રતિતિ પહેલ શહેરોમાં નવા બગીચાઓ અને તળાવોને પુનઃસ્થાપિત કરવા, પુનઃવિકાસ કરવા અને તેમની જાળવણી કરવાનો એક પ્રયાસ છે. આ અને અન્ય પહેલોના એકંદર પ્રભાવ દ્વારા, UNM ફાઉન્ડેશન સમાજમાં કાયમી સુધારાઓ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે. પ્રતિતિ કાર્યક્રમને 2016માં UNM ફાઉન્ડેશન અને સ્થાનિક નગરપાલિકાઓ / કોર્પોરેશન વચ્ચેની જાહેર-ખાનગી ભાગીદારી (PPP) તરીકે ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું હતું. જેથી શહેરી ઉદ્યાનોને વિકસાવવા, જાળવણી કરવા અને પુનઃસ્થાપિત કરી શકાય. ફાઉન્ડેશને અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં 20 લાખ ચોરસ મીટરના ક્ષેત્રફળને આવરી લેતા 69 તળાવોની જાળવણી માટે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પ્રતિતિ પહેલે પરિમલ ગાર્ડન, લોકમાન્યતિલક (વિક્ટોરિયા) ગાર્ડન અને સરદાર બાગ જેવા શહેરના પ્રતિષ્ઠિત સ્થળોને પુનઃસ્થાપિત કર્યા છે.






