Dahod News: વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈને ટોલનાકા રહેશે ફ્રી, વિકાસના કામોના લોકાર્પણની સાથે શિલાન્યાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મે, 2025ના રોજ દાહોદ જિલ્લાના વિશાળ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મે, 2025ના રોજ દાહોદ જિલ્લાના વિશાળ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમના આગમનને લઈને જિલ્લાભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે વિવિધ વિકાસ કામોની સમીક્ષા તેમજ નવા પ્રોજેક્ટોના લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરવામાં આવશે.કાર્યક્રમ માટે જિલ્લા અને રાજ્ય સ્તરની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ રહી છે. સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી દેવામાં આવી છે તેમજ મોટી સંખ્યામાં પોલીસ દળ અને અન્ય સુરક્ષા એજન્સીઓ તૈનાત કરવામાં આવી છે.
ટોલનાકા ટોલ ફ્રી
પીએમ મોદીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, લાભાર્થીઓ અને આગેવાનો હાજરી આપવાના છે. લોકોના અવરજવરને સરળ બનાવા માટે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાર્યક્રમના દિવસે, 26 મેના રોજ દાહોદ જિલ્લામાં આવેલ તમામ ટોલનાકાઓ પર વાહનચાલકો માટે ટોલ વસુલાત નહીં થાય, એટલે કે ટોલ ફ્રી રહેશે.
લાભાર્થીઓનો મહામેળો
કાર્યક્રમમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ પણ હાજર રહેશે. તેમને વિવિધ યોજનાઓ હેઠળ મળેલા લાભોની રૂબરૂ રજૂઆત પણ કરવામાં આવશે. આ ઉપરાંત સંભવિત રીતે પીએમ મોદીની ભાષણમાં આદિવાસી વિસ્તારમાં થયેલા વિકાસ અને આગામી યોજનાઓની માહિતી આપવામાં આવશે. પીએમ મોદીના દાહોદ આવવાના સમાચારથી સમગ્ર શહેરમાં ઉત્સાહનું માહોલ છે. વેપારીઓ, યુવા સંઘઠનો અને સામાજિક સંસ્થાઓ તેમની આવકંઠે રાહ જોઈ રહી છે. શહેરમાં સફાઈ અભિયાન, રસ્તાઓની મરામત અને પ્રકાશ વ્યવસ્થા સહિતના કામો ઝડપથી ચાલી રહ્યા છે.








