મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માનસિક વિકૃત મિત્રોના ત્રાસથી કંટાળીને વ્યક્તિએ કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં થયો ખુલાસો

રાજકોટના હોડથલી ગામે હરિભાઈ જાદવ નામના વ્યક્

રાજકોટના હોડથલી ગામે હરિભાઈ જાદવ નામના વ્યક્તિએ પોતાના માનસિક વિકૃત મિત્રોના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતકે આપઘાત પહેલા લખેલી સુસાઈડ નોટમાં પાડોશી નરેશભાઈ, રવજીભાઈ અને અન્ય 6 અજાણ્યા લોકો પર ગંભીર આક્ષેપો કર્યા છે કે તેઓ તેમની પાસે સૃષ્ટી વિરૂદ્ધનું વિકૃત કામ કરાવી ફોટા પાડી બ્લેકમેલ કરતા હતા.

આ શખ્સોએ ફોટા વાયરલ કરવાની ધમકી આપી 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેનાથી કંટાળીને હરિભાઈએ અંતિમ પગલું ભર્યું હતું. હાલ મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો