VIDEO: વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ, ભારે પવનથી અફરાતફરીનો માહોલ
વલસાડ અને પડોશી સંઘ પ્રદેશ દમણમાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વ
વલસાડ અને પડોશી સંઘ પ્રદેશ દમણમાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદે હાહાકાર મચાવ્યો. વલસાડના તિથલ રોડ, હાલર રોડ, આઝાદ ચોક, ભાગડાવાડા, કોસંબા અને ધોબી તળાવ જેવા વિસ્તારોમાં વરસાદે જોર પકડ્યું, જેના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા અને વિઝિબિલિટીમાં ઘટાડો થતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.
વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પ્રિમોન્સુન એક્ટિવિટી અંતર્ગત પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ હતી. પરંતુ ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકાએ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જ્યો. દમણમાં પણ વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. તોફાની પવનની સાથે ધોધમાર વરસાદે જનજીવનને અસર પહોંચાડી હતી.




