રાજકોટ: પોલીસ કસ્ટડીમાં યુવકના આપઘાતના બનાવમાં ત્રણ મહિલા પોલીસ કર્મચારી સસ્પેન્ડ
ધોરાજીમાં સિટી પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં યુવકે આપઘાત કર્યો હ

ધોરાજીમાં સિટી પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં યુવકે આપઘાત કર્યો હતો. ત્યારે હવે આ મામલે ત્રણ મહિલા પોલીસ કર્મચારીને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા છે.
જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે આ ઘટના ગંભીર ગણીને જવાબદાર ધોરાજી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સંગીતાબેન તેમજ બે લોકરક્ષક પ્રીતિબેન અને બિંદુબેનને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, રવિવારે એટલે કે, 1 સપ્ટેમ્બરે ધોરાજીમાં પોલીસ કસ્ટડીમાં કમલેશ કેશવજી પરમાર (ઉ.વ 30 રહે.સિદ્ધાર્થ નગર ભૂખી ચોકડી)એ આપઘાત કર્યો હતો. ચોરીના ગુનામાં યુવકની અટકાયત કરવામાં આવી હતી. પોલીસની કસ્ટડીમાં યુવકના મોતથી પરિવારમાં રોષ જોવા મળ્યો હતો. ઘટના બાદ રાજકોટ ગ્રામ્ય SP તેમજ જેતપુર રેન્જના DYSP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો.






