PMJAY કાર્ડ કૌભાંડમાં ખેડાના એક સરકારી ડૉક્ટર સહિત વધુ ત્રણની ધરપકડ
pmjay યોજનાના બોગસ કાર્ડ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ ત્રણ આરોપોની ધરપકડ કરવામાં આવી છે. pmjay ન

pmjay યોજનાના બોગસ કાર્ડ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ ત્રણ આરોપોની ધરપકડ કરવામાં આવી છે. pmjay ના જનરલ મેનેજર અને ખેડા જિલ્લાના વસો CHC સેન્ટરમાં ફરજ બજાવતા ડો. શૈલેષ આનંદની ધરપકડ થઈ છે. ખ્યાતિ કાંડ બાદ બીજા દિવસે ડો.શૈલેષ આનંદની બદલી થઈ હતી. તેમની સાથે pmjay ના પ્રોજેક્ટ ઓપરેટર મિલાપ પટેલની ધરપકડ થઈ છે જે કોન્ટ્રાક બેઝ પર આરોગ્ય વિભાગમાં કામ કરતો હતો.
મિલાપ પટેલ અને ડો.શૈલેષ આનંદ સાથે મળી કામ કરતા હતા. ડો.શૈલેષ આનંદ અને મિલાપ પટેલ સાથે મળી કાર્ડ ને એપપ્રુવ કરતા. એન્સર કંપની પાસે PMJAY કાર્ડનો કોન્ટ્રાક્ટ હોવાથી આયુષ્માન કાર્ડના રેફરન્સ નંબરને વેરિફાઈ કરવાનું કામ ગુજરાત હેડ નિખિલ પારેખનું હતું નિખિલ તેના માસ્ટર આઈડી અન્ય લોકોને આપી રૂપિયા મેળવતો હતો.
આ પણ વાંચો : VIDEO: અમદાવાદની શાળામાં AC લગાવવા મુદ્દે શિક્ષિકા વાલીઓને ફોસલાવતી હોવાનો વીડિયો વાયરલ
તાજેતરમાં દસ દિવસ પહેલાં ખોટી રીતે આયુષ્યમાન કાર્ડ કાઢી આપતી 6 આરોપીઓની ગેંગ પકડાઈ હતી જેમાં મુખ્ય આરોપી નિમેશ ડોડીયા હતો. તમામ આરોપીઓની તપાસમાં અનેક ખુલાસા થયા હતા. મિલાપ પટેલનું કામ આયુષ્માન કાર્ડ અપ્રુવલ આપવાનું કામ કરે છે. પકડાયેલ આરોપી નિમેશ અને મિલાપ વચ્ચે અગાઉ સંપર્ક થયો હતો. જેમાં 500 રૂપિયા કાર્ડ દીઠ મિલાપને દર અઠવાડિયે આપવામાં આવતા. શૈલેષ આનંદ નામના ડોકટરે મિલાપ પટેલને ગ્રુપમાં જોડાવા કહ્યું હતું. નિખિલ enser કંપનીનો ગુજરાતનો હેડ હતો, તે enser કંપનીના આઈડી અગાઉ ઝડપાયેલા આરોપીઓને આપતો હતો. પોલીસે ઉંડી તપાસ માટે કોર્ટ સમક્ષ આરોપીઓના વધુ રિમાન્ડ માટે માંગ કરી છે.






